Connect Gujarat
Featured

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી, સભા પહેલાં નગરસેવકોના કરાયાં કોરોના ટેસ્ટ

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી, સભા પહેલાં નગરસેવકોના કરાયાં કોરોના ટેસ્ટ
X

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા છ મહિના બાદ ટાગોર હોલ ખાતે મળી હતી. સામાન્યસભા પહેલાં દરેક નગરસેવકોનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો જેમાં ભાજપના પાંચ નગરસેવકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સામાન્યસભામાં વિપક્ષના સભ્યોએ શહેરના બિસ્માર બની ગયેલાં રસ્તાઓ સહિતના મુદા ઉઠાવ્યાં હતાં.

કોરોના કાળના 6 મહિના બાદ આજે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એએમસીની સામાન્ય સભા મળી હતી. બે દિવસથી તમામ કાઉન્સિલરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપનાં પાંચ કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 20થી વધુ કાઉન્સિલર હોમ ક્વોરન્ટાઇન થયા છે.પાલડી ટાગોર હોલમાં બુધવારે જે કાઉન્સિલરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો એમાં 50 કાઉન્સિલર અને 12 સપોર્ટ સ્ટાફ હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી છે, જેને સારવાર માટે મોકલવામાં આવી છે. આજે નવાવાડજના કાઉન્સિલર જિજ્ઞેશ પટેલ, સાબરમતીના કાઉન્સિલર ચેતન પટેલ, વેજલપુરના કાઉન્સિલર દિલીપ બગરિયા, ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખ સહિતના કાઉન્સિલરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. ઉપરાંત કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનરો સહિતના અધિકારીઓએ પણ ટેસ્ટ કરાવ્યા હતાં.

લગભગ 6 મહિના બાદ મળેલી આ સામાન્ય સભામાં શહેરના અનેક પ્રશ્નોને લઇ ચર્ચા કરવામાં આવી પાણી વેરો ઘરવેરો અને શહેરના બિસમાર રસ્તાઓને લઇ વિપક્ષે રજૂઆત કરી તો કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ શેખ શરીરે પાટાપિંડી કરી પહોંચ્યાં હતા અને શહેરના રસ્તાઓ અંગે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તો બીજીબાજુ મીડિયાને અંદર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો આજની સભા માટે હોલ ને સૅનેટાઇઝ કરવામાં આવ્યો હતો તો દરેક કોરોપોરેટરની બેસવાની જગ્યા વચ્ચે પણ શોશ્યલ ડીસ્ટન્ટસનું ધ્યાન રાખવામાં આવ્યું હતું

અનલોક બાદ રાજ્યનાં અન્ય મહાનગરોની દર મહિને પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે ફિઝિકલ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સામાન્ય સભા મળતી હતી, પરંતુ રાજ્યના સૌથી મોટા અને વધુ વસતિ ધરાવતા અમદાવાદ શહેરના કોર્પોરેશનના સત્તાધીશોને ચૂંટણી નજીક આવતાં ફિઝિકલ સામાન્ય સભા કરવાની યાદ આવી છે.

Next Story