Connect Gujarat
Featured

અમદાવાદ : માનવ સેવામાં 14 વર્ષથી કાર્યરત નાગલધામ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ

અમદાવાદ : માનવ સેવામાં 14 વર્ષથી કાર્યરત નાગલધામ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ
X

લોકડાઉનમાં અનેક લોકોએ ખુબ જ સેવા કરી છે, પરંતુ અમદાવાદમાં એક એવું ટ્રસ્ટ છે .જે છેલ્લા 14 વર્ષથી માનવ સેવા પૂરી પાડે છે. નાગલધામ ગ્રુપ જે છેલ્લા 14 વર્ષથી સેવાના કાર્ય કરે છે. લોકોને જમાડવા, કપડાં અપાવવા, કુદરતી આફત જેવી મુશ્કેલીઓમાં પણ લોકોની પડખે જઈને ઉભા રહે છે. યુવાનો સાથે આ ગ્રુપ આગળ વધી રહ્યું છે. હાલમાં નાગલધામ ગ્રુપ દ્વાર અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે. જેના દ્વારા ભૂખ્યાઓને ભરપેટ જમવાનું પૂરું પાડશે.

લોકડાઉનમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી હતી. પણ અમદાવાદમાં છેલ્લા 14 વર્ષથી સેવાભાવી સંસ્થા નાગલધામ ચલાવવામાં આવી રહી છે. આ સંસ્થા 14 વર્ષથી અલગ અલગ સેવાના કર્યો કરે છે. જેમાં દર વર્ષે શિયાળામાં વૃદ્ધ ભિખારી અને નિસહાય જરૂરતમંદ લોકોને ગરમ ધાબળા વિતરણ. દરવર્ષે ઉનાળામાં રાહદારીઓ માટે ઠંડા મિનરલ પાણીના જગની સતત 4 મહિના સુધી ચાલતી નાગલધામ પરબ. આ સિવાય ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવા બજાવતા ટ્રાફિક પોલીસ તથા પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મી જવાનોને લસ્સી વિતરણનું આયોજન કરે છે. નરોડા-ચિલોડા વિસ્તારમાં ભૂખ્યાઓને સાત્વિક ભોજન પૂરું પાડે છે. નાગલધામ અન્નક્ષેત્ર દ્વારા ફક્ત 5 રૂ.માં ભરપેટ દાળભાત/ખીચડીના ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે. અનાથ દીકરીઓના લગ્નપ્રસંગે તમામ રસોડા-જમણવારનો ખર્ચ નાગલધામ તરફથી ઉઠાવવામાં આવે છે. નાગલધામ ગ્રૂપ તરફથી ભરવાડ સમાજ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે બહારગામથી આવતા દર્દી તથા સગાઓ માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

કુદરતી આફતો અને હોનારતના સમયે નાગલધામ હમેશા દેશની પડખે ઉભું રહ્યું છે. કેરળ પુર રાહત,બનાસકાંઠા પુર, કોરોના મહામારી,કચ્છ સૂકો દુકાળ વખતે રોકડ સહાય તથા લીલો સૂકો ઘાસચારો ની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાગલધામ ની માનવતા ની દીવાલ-સુખની શોધમાં. અંતર્ગત જેમને જરૂર છે તે કપડાં,બુટ ચપ્પલ,સૂકો નાસ્તો વગેરે લઈ જાય, અને જેમને જરૂર નથી તેઓ અહીં મૂકી જાય છે. ભાદરવી પૂનમે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ તથા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, ગૌશાળામાં મદદરૂપ થવું, આર્થિક નબળા વિદ્યાર્થીઓને સ્કૂલકીટ તથા નિરાધાર અને વિધવા બહેનોને રાશનકીટની સહાય. આકસ્મિક આફતો સમયે ઉપયોગ રૂપ થાય તે માટે બ્લડકેમ્પ નું આયોજન કરાય છે. વૃદ્ધાશ્રમ માં પ્રસંગોપાત સહાય અને ભોજન સેવા પૂરી પાડે છે.

Next Story