Connect Gujarat
Featured

અમદાવાદ : આનંદનિકેતન શાળાની છાત્રાઓના નગ્ન ફોટા વાયરલ કરવાની ચીમકી, જુઓ પછી શું થયું

અમદાવાદ : આનંદનિકેતન શાળાની છાત્રાઓના નગ્ન ફોટા વાયરલ કરવાની ચીમકી, જુઓ પછી શું થયું
X

અમદાવાદમાં પોશ મનાતા વિસ્તાર સેટેલાઇટની આનંદ નિકેતન સ્કુલે પરીક્ષા લેવાની જાહેરાત કરતાં અનોખી ઘટના બની છે. કોઇ અજાણ્યા વ્યકતિએ શાળામાં પરીક્ષા લેવાશે તો છાત્રાઓના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો ઇમેલ કરતાં દોડધામ મચી છે. ગભરાઇ ગયેલા શાળા સંચાલકોએ આખરે પરીક્ષા મોકુફ રાખવાની જાહેરાત કરી છે.

બોડકદેવના ક્લાસીક પેલેસમાં રહેતા બિનુ થોમસ એસજી હાઇવે ખાતે આવેલી આનંદ નિકેતન કેમ્પસ સ્કૂલમાં ઇન્ટરનેશનલ બોર્ડના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.તેમની સ્કૂલમાં 64 શિક્ષક 6 વ્યક્તિનો અન્ય સ્ટાફ છે. આ સ્ટાફ 604 વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે ઓનલાઇન શિક્ષણ આપે છે.સ્કૂલે 20 ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર અર્ધ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમટેબલ મોકલ્યું હતુ.

દરમિયાનમાં 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા પર એક ઇમેઇલ આવ્યો હતો કે, મોનિકા ધોરણ 8થી ૧૨ની ઓનલાઇન પરીક્ષાઓ રદ કરો. આ માંગણી નહિ સ્વીકારો તો હું તમારી કેટલીક વિદ્યાર્થિનીઓના નગ્ન પિક્ચર અને શરમજનક લખાણો લીક કરી દઇશ. આ મેલ મળ્યા બાદ સ્કૂલે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે મેલ કરનાર કોણ છે અને ક્યાં કારણથી આ મેલ કરવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.

Next Story