Connect Gujarat
ગુજરાત

અમદાવાદના પડઘા રાજકોટમાં, ફનવર્લડમાં મિકેનિકલ રાઈડસ રહેશે બંધ

અમદાવાદના પડઘા રાજકોટમાં, ફનવર્લડમાં મિકેનિકલ રાઈડસ રહેશે બંધ
X

અમદાવાદના કાંકરિયા ખાતે રાઈડ તુટવાની ઘટના બનવા પામી છે. જેમા બે લોકોનો મોત નિપજ્યા છે. જ્યારે ૨૯ લોકો ઘાયલ થયાનુ સામે આવ્યુ છે. ત્યારે અમદાવાદના પડઘા રાજકોટમા પડયા હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે કે કોઈ પણ રાઈડ ચાલકે R&Bનું સર્ટીફિકેટ મેળવ્યા બાદ જ મિકેનિકલ રાઈડ ઉપયોગમા લઈ શકશે.

તો સાથે જ પોલીસ વિભાગ તરફથી પણ લાયસન્સ મેળવવાનુ રહેશે. ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા લિઝ પર આપવામા આવેલ જમિન પર કાર્યરત ફનવર્લડમા મિકેનિકલ રાઈડસ હાલ બંધ કરવાના આદેશ આપવામા આવ્યા છે. ફનવર્લડના સંચાલકોને R&Bનુ સર્ટીફિકેટ મેળવ્યા બાદ જ મિકેનિલક રાઈડસ શરુ કરવાની સુચના આપવામા આવી છે. તો આગામી મહિને યોજાનાર લોકમેળા તેમજ ખાનગી મેળામા પણ આજ પ્રકારની પ્રક્રિયા ફોલો કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

Next Story