Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : 31 ડિસેમ્બરે આ સ્થળોએ વાહન પાર્ક કરવું નહીં, પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ : 31 ડિસેમ્બરે આ સ્થળોએ વાહન પાર્ક કરવું નહીં, પોલીસ કમિશનરનું જાહેરનામું
X

31 ડિસેમ્બરમાં રાત્રિના સમયે દેશભરમાં નાના મોટા

વાહનોના ટ્રાફિક જોવા મળતો હોય છે, ત્યારે અમદાવાદમાં પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં અમદાવાદનાં એસ.જી હાઇવેના સર્વિસ રોડ પર ભારે તથા પેસેન્જર

વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.

સીજી રોડ પર સાંજે 6 વાગ્યાથી સ્ટેડિયમ સર્કલ સુધી રસ્તો બંધ

આ ઉપરાંત અમદાવાદનાં પકવાન ચાર

રસ્તાથી સાણંદ ચોકડી સુધીના સર્વિસ રોડ પર વાહન પાર્કિંગ કરી શકાશે નહીં. પોલીસ

કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં એસજી હાઇવે ઉપરાંત સીજી રોડ પર પણ સાંજે 6 વાગ્યાથી સ્ટેડિયમ સર્કલ સુધી વાહનો માટે રસ્તો

બંધ રહેશે. જોકે સમર્થેશ્વર મહાદેવથી બોડીલાઇન થઈ ગુલબાઈ ટેકરા તરફ જતા સામસામેના

રોડ ચાલુ રહેશે.

Next Story