Connect Gujarat
Featured

અમદાવાદ: સંઘની સમન્વય બેઠકનો અંતિમ દિવસ, મોહન ભાગવત અને ભૈયાજી જોશીએ વિવિધ મુદ્દે આપ્યું માર્ગદર્શન

અમદાવાદ: સંઘની સમન્વય બેઠકનો અંતિમ દિવસ, મોહન ભાગવત અને ભૈયાજી જોશીએ વિવિધ મુદ્દે આપ્યું માર્ગદર્શન
X

અમદાવાદ શહેરમાં ચાલતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠકનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. જેમાં ખેડૂત, શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, રાજકીય અને સામાજિક સ્થિતિ બાબતે ચર્ચા થઈ હતી આ ઉપરાંત રામ મંદર સાથે દેશના તમામ હિન્દુઓ પરિવારોને જોડવા મુદ્દા પણ ચર્ચા થઈ હતી મોહન ભાગવત અને ભૈયાજી જોશીએ વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યુ હતુ. અનેક ઠરાવો તેમજ પ્રસ્તાવો પર ચર્ચા થઈ હતી.

સંઘની સમન્વય બેઠકમાં ખાસ જે ચર્ચાના મુદા રહ્યા હતા એ ખેડૂતો, શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા, રાજકીય અને સામાજિક સ્થિતિ બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે. સાથે સાથે સંઘના ક્રયકર્તાઓ એ જે કરાયો કર્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ ને શિક્ષણ માટે યોજના બનાવેલી છે. સંઘના કાર્યકર્તાઓ એ આ વ્યવસ્થા કરેલી દેશભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ અને આઇપેડ સંઘે પહોંચાડ્યા હતા. કોરોનાકાળમાં સમાજે એકસૂત્રતા દર્શાવી તે વિશ્વમાં બેનમૂન છે.

કોરોના કાળમાં સહુએ ભેદભાવને ભૂલીને સહુએ સંઘર્ષ કર્યો હોવાનું સંઘના નેતાઓએ મહત્વનુ નિવેદન આપ્યું હતું .રામ મંદિર અંગે જણાવવામાં આવ્યું હતું કે રામજન્મ ભૂમિન ભૂમિપૂજ્ન બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રામ મંદિર ઝડપથી બને તેવા પ્રયાસો ચાલુ જ છે. રામ મંદિર નિર્માણમાં વ્યાપક સંપર્ક કાર્ય શરૂ કરવામાં આવશે. 5 લાખથી વધુ ગામડાઓમાં કાર્યકરો જશે. 10 કરોડથી વધુ પરિવારો નો સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત સમન્વય બેઠકમાં કેટલાક ઐતિહાસિક કારણોથી સમાજમાં નાના મોટા ના ભેદ પ્રવર્તે છે અને આ ભેદભાવ દૂર કરવા સંઘના કાર્યકર્તાઓ કામ કરી સમાજ એકસૂત્રતા થી રહે તેવા પ્રયાસો માટે કાર્યકર્તાઓ લોકો વચ્ચે એવું આર.એસ.એસ.દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું

Next Story