Connect Gujarat
Featured

અમદાવાદ : વાડજમાં જવેલર્સની દુકાનમાંથી એક લાખ રૂપિયાની ચોરી

અમદાવાદ : વાડજમાં જવેલર્સની દુકાનમાંથી એક લાખ રૂપિયાની ચોરી
X

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મોપેડ પર આવેલાં બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં ચોરીની ઘટનના સામે આવી છે. નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. સોના-ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી રૂપિયા એક લાખની કિંમતની કુલ 2 સોનાની ચેઇનની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા છે. મોપેડ પર આવેલા બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ. વાડજ પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી છે.

Next Story