Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : મુસાફરોને આખરે રાહત, આગરા જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી

અમદાવાદ : મુસાફરોને આખરે રાહત, આગરા જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી
X

કોરોના વાયરસના કહેર વચ્ચે 22 માર્ચથી બંધ થયેલી પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે શરૂ કરવામાં આવી રહી છે. મંગળવારના રોજ અમદાવાદથી આગરા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી.

22મી માર્ચથી જનતા કરફયુ બાદથી દેશભરમાં રેલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકડાઉનના પ્રથમ બે તબકકામાં ટ્રેનો બંધ રહેતાં રેલવે વિભાગને કરોડો રૂપિયાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. 17મી માર્ચના રોજ પુર્ણ થઇ રહેલાં લોકડાઉન પહેલાં દેશની રાજધાની દીલ્હીને અન્ય શહેરો સાથે જોડતી વિશેષ પેસેન્જર ટ્રેનો મંગળવારના રોજથી શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી આગરા જવા માટે મંગળવારે સાંજે વિશેેષ ટ્રેન રવાના થઇ હતી. હાલ પેસેન્જર ટ્રેનોમાં માત્ર ઇ - ટીકીટ વાળા મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવી રહી છે. અમદાવાદથી આગરા જતી વિશેષ ટ્રેનમાં રવાના થતાં પહેલાં અમદાવાદ સ્ટેશન ખાતે મુસાફરો તથા તેમના સામાનને સેનીટાઇઝ કરવામાં આવ્યો હતો. પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવતાં લોકડાઉનના કારણે વિવિધ સ્થળોએ ફસાયેલાંં લોકોને રાહત સાંપડી છે.

Next Story