Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : “Live મારામારી”, શહેર કોટડા વિસ્તારમાં લોકોએ બૂટલેગર સહિત પરિવારને ફટકાર્યો

અમદાવાદ : “Live મારામારી”, શહેર કોટડા વિસ્તારમાં લોકોએ બૂટલેગર સહિત પરિવારને ફટકાર્યો
X

અમદાવાદ શહેરના શહેર કોટડા વિસ્તારમાં કોઈ કારણોસર માથાકૂટ થતાં લોકોએ બૂટલેગર અને તેના પરિવારને લાકડીના સપાટા વડે માર માર્યો હતો. જે મારમારીની ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં કેટલાક સ્થળોએ વર્ષના અંતિમ દિવસે નવા વર્ષને આવકારવા માટે ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેર કોટડા વિસ્તારમાં બોલાચાલી થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બૂટલેગરે કોઈ કારણોસર દાદાગીરી કરી હતી, ત્યારે આસપાસના લોકો ઉશ્કેરાઈ જતાં બૂટલેગર અને તેના પરિવારના સભ્યોને લાકડીના સપાટા વડે માર માર્યો હતો. શહેર કોટડામાં બૂટલેગર અને લોકો વચ્ચે થયેલ મારમારી સમયે હાજર કોઈક વ્યક્તિએ મારમારીની ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Next Story