Connect Gujarat
Featured

અમદાવાદ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, જુઓ શું કહી રહ્યા છે અમદાવાદીઓ

અમદાવાદ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, જુઓ શું કહી રહ્યા છે અમદાવાદીઓ
X

એક બાજુ મોંઘવારીનો માર અને બીજીબાજુ પેટ્રોલ અને ડીઝલમાં વધતા સતત ભાવ વધારાને કારણે આમ નાગરિક અને માધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં પેટ્રોલમાં 1 રૂપિયાનો ભાવ વધારો થતા સામાન્ય જનનું બજેટ ખોરવાયું છે.

છેલ્લા કેટલાક સમયથી દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25-25 પૈસાનો વધારો કરતા. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 82.42 થયો હતો, જે અગાઉ પ્રતિ લીટર 82.18 રૂપિયા હતો. પેટ્રોલમાં રૂ. 32.98 એક્સાઈઝ ડયૂટી અને રૂ.17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો રૂ. 49.98 છે. જે 60 ટકાથી વધુ થઈ જાય છે. આમ અમદાવાદમાંજ એક સપ્તાહમાં 1 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

પ્રતિ દિવસ પેટ્રોલ અને ડીઝલ માં વધતા ભાવને કારણે હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજીબાજુ પેટ્રોલ પરાવતા ગ્રાહક પણ કહી રહયા છે કે બીજા દેશના પ્રમાણમાં આપણે ભાવ વધારે છે સરકારે એકસાઇઝ ઘટડાવાની જરૂર છે કારણકે જે ભાવ વધે છે તેની અસર સીધી બજેટ પર થાય છે.

Next Story