Connect Gujarat
Featured

અમદાવાદ : PM મોદીએ 81 દાંડી પદયાત્રીયોને પ્રસ્થાન કરાવી આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરી

અમદાવાદ : PM મોદીએ 81 દાંડી પદયાત્રીયોને પ્રસ્થાન કરાવી આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરી
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધી સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી 386 કિલોમીટરની પદયાત્રાના શુભારંભ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરુઆત થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ પદયાત્રીઓને ઝંડી બતાવીને આ દાંડીયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. સાબરમતી આશ્રમમાં પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી ત્યારબાદ હ્રદયકુંજમાં ગાંધીજીના ચિત્રને સુતરની આંટી પહેરાવી હતી. ત્યાર બાદ પીએમ મોદી અભયઘાટ ખાતે જવા રવાના થયા હતા.

અભયઘાટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડોક્ટર સુદર્શન આયંગર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દેશની સાંસ્કૃતિની ઝલકને દર્શાવતા ગીત-સંગીત કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેમાં દેશના વિવિધ કલાકારોએ ગીતો અને ડાન્સ રજૂ કર્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ આઝાદી કા અમૃત મહેત્સવની વેબસાઈટ https://india75.nic.in/ લોન્ચ કરી હતી. અને લોકોને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આઝાદીની લડતનો ઈતિહાસ યાદ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં ઘણી કહાનીઓ છુપાયેલી પડી છે. આ કહાનીઓને બહાર લાવવા માટે પીએમ મોદીએ આહવાન કર્યુ હતુ. સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી 386 કિલોમીટરની પદયાત્રાના શુભારંભ સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરુઆત થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ પદયાત્રીઓને ઝંડી બતાવીને આ દાંડીયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

Next Story