અમદાવાદ : હોટલ બિનોરીમાં ચાલતી દારૂની પાર્ટીમાં પોલીસે પાડ્યો ભંગ, જુઓ કોની હતી પાર્ટી

0

અમદાવાદ શહેરના થલતેજ ચાર રસ્તા પાસેની હોટેલ બિનોરીના એક રૂમમાં દારૂની મહેફિલ સાથે બર્થડે પાર્ટી મનાવી રહેલા બર્થડે બોય સહિત 4 મિત્રો અને તેમની સાથેની ત્રણ યુવતી પકડાઈ હતી. જોકે ત્રણેય યુવતીએ દારૂ પીધો ન હોવાથી તેમને જવા દેવાઈ હતી. જ્યારે બર્થ ડે બોય અને તેના ત્રણેય મિત્રોએ આખી રાત પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિતાવવી પડી હતી.

શહેરના એસજી હાઇવે સ્થિત બિનોરી હોટેલના એક રૂમમાં બર્થ ડે પાર્ટી માટે ભેગા થયેલા 4 છોકરાં અને 3 છોકરી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી સોલા પીઆઈ જે. પી. જાડેજાને મળી હતી, જેના આધારે તેમણે દરોડો પાડ્યો હતો. આ રૂમમાંથી 4 છોકરાં અને 3 છોકરી મળી આવ્યાં હતાં, જેમાંથી 4 છોકરાં દારૂ પીધેલી હાલતમાં હતા, જેઓ સાહિલ વોરા (ઓર્ચિડ વુડ્સ, મકરબા રોડ), ફેનિલ પટેલ (વીણાકુંજ સોસાયટી, વેજલપુર), કલરવ મિસ્ત્રી (લક્ષ્મી કૃપા સોસાયટી, આનંદનગર) અને જયનીલ ચૌહાણ (ગીતાંજલિ સોસાયટી, મકરબા રોડ, વેજલપુર)તેમાંથી સાહિલનો બર્થ ડે હોવાથી તે ત્રણેય મિત્ર તેમની ત્રણ ગર્લફ્રેન્ડ સાથે હોટેલના રૂમમાં ભેગા થયા હતા.

તમામને સોલા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં તમામના મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા, જેમાં ત્રણેય યુવતીએ દારૂ પીધો ન હોવાનું જાણવા મળતા તેમને જવા દેવાઈ હતી. જ્યારે સાહિલ અને તેના ત્રણેય મિત્રોની સોલા હાઈકોર્ટ પોલીસે ધરપકડ કરી હતી પોલીસે પકડાયેલ યુવતીઓના પરિવાર ને જાણ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here