Connect Gujarat
Featured

અમદાવાદ: ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ એક્શનમાં આવી, જુઓ કેવી રીતે રખાશે લોકો પર બાજ નજર..!

અમદાવાદ: ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ એક્શનમાં આવી, જુઓ કેવી રીતે રખાશે લોકો પર બાજ નજર..!
X

ઉતરાયણના પર્વને લઇને અમદાવાદ પોલીસ એક્શનમાં આવી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉતરાયણ નિમિત્તે ધાબે લોકો વધુ પ્રમાણમાં ભેગા ન થાય તે માટે ધાબા પોઇન્ટ ઉભા કરવા ઉપરાંત ડ્રોનની મદદ પણ લેવામાં આવશે. કોરોના નિયમનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, અને જો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉતરાયણના તહેવારને લઇ અમદાવાદ કંટ્રોલ ડીસીપી હર્ષદ પટેલે કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે રીતે ઉજવણી કરવાનું જણાવ્યું છે. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પોલીસ બંદોબસ્તનું સુપરવિઝન કરશે. તો સાથે જ ધાબા પોઇન્ટ, ડ્રોન અને ખાનગી બાતમીદારોથી ઉત્તરાયણમાં વિસ્તાર પ્રમાણે લોકો ઉપર ધ્યાન રખાશે. દરેક વિસ્તારમાં અલગ અલગ પોલીસ અધિકારીને ડ્યુટી સોંપવામાં આવી છે. તો સાથે જ ધાબા પોઇન્ટ પર દૂરબીન વડે નજર રાખવામાં આવશે. શહેરની દરેક પોળમાં પોલીસ અને પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે. જ્યા પણ ટોળું ભેગું થશે અથવા માસ્ક વગર લોકો નજરે આવશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉત્તરાયણની ઉજવણી માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે શહેર પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી છે.

Next Story