અમદાવાદ :લોકડાઉન હોવા છતાં અમદાવાદીઓ ટહેલવા નીકળ્યા, પોલીસે કરી લાલ આંખ

0
81

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદમાં હજુ પણ કેટલાક લોકો આ વાતને ગંભીરતાથી ન લઇ ઘરની બહાર નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક જાણે લોકો ટહેલવા નીકળ્યા હોય તેમ જોવા મળ્યું હતું, ત્યારે પોલીસે આવા લોકો પર લાલ આંખ કરી તેઓને સમજાવ્યા હતા.

ઉપરાંત શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો જ ખુલ્લી રાખવા પોલીસ દ્વારા જણાવાયુ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકો લોકડાઉનને સમર્થન આપી ઘરની બહાર ન નીકળે તેનું ચોક્કસ ધ્યાન રાખે તે માટે પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here