Connect Gujarat
Featured

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં મળી રહી છે અનોખી અરજીઓ, જુઓ શું કરે છે લોકો માંગ

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં મળી રહી છે અનોખી અરજીઓ, જુઓ શું કરે છે લોકો માંગ
X

અમદાવાદમાં લોકડાઉનના 13 દિવસ બાદ હવે લોકોના ઘરોમાં રાશન ખુટી પડયું હોય તેમ લાગી રહયું છે. હવે લોકો પોતાને બે સમય ભોજન મળી રહે તે માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી રહયાં છે. નારોલ પોલીસ સ્ટેશનમાં આવી અરજીઓ મળ્યાં બાદ રસોડુ શરૂ કરી લોકોને ભોજન આપવામાં આવી રહયું છે.

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ગુનાઓને લગતી અરજીઓ આવતી હોય છે પણ લોક ડાઉનના સમયમાં બે ટાઇમ ભોજન આપવામાં આવે તેવી માંગ સાથેની અરજીઓ પણ મળતા પોલીસ પણ અચંબામાં મુકાય ગઇ છે. અમદાવાદનારોલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની અરજીઓ આવવા લાગી છે. જેને પગલે હવે નારોલ પોલીસ અને સામાજિક સંસ્થાઓએ ભેગા મળી નારોલ પોલીસ સ્ટેશનમાં રસોડું ચાલુ કર્યું છે… પહેલા શરૂઆત 500 માણસના રસોઈ બનાવવાથી કરવામાં આવી હતી પરંતુ તે હવે વધીને 4 હજાર ની આસપાસ પહોંચી છે. પોલીસ સ્ટેશનમાં ભોજન માટે અરજી કરનારા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહયું છે.

Next Story