Connect Gujarat
Featured

અમદાવાદ : લોકડાઉનમાં ગરીબો ભુખ્યા ન રહે તેવો પ્રયાસ, દુકાનોની બહાર લાગી કતાર

અમદાવાદ : લોકડાઉનમાં ગરીબો ભુખ્યા ન રહે તેવો પ્રયાસ, દુકાનોની બહાર લાગી કતાર
X

રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજય સરકારે અંત્યોદય અને પીએચએચ કાર્ડધારકોને વિના મુલ્યે અનાજ સહિતના રેશનનું વિતરણ શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં સવારથી જ સસ્તા અનાજની દુકાનો ખાતે કાર્ડધારકોની કતાર લાગી ગઇ હતી. કેટલીક જગ્યાઓ પર દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે રકઝકના બનાવો પણ જોવા મળ્યાં હતાં. બાયો મેટ્રીક સીસ્ટમના કારણે અનાજ આપવામાં વિલંબ થતાં રકઝકના બનાવો બન્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી. ઘણી જગ્યાએ અનાજ ખરાબ પણ આવ્યું હોવાની ફરિયાદો કાર્ડધારકોએ કરી હતી. બીજી તરફ એપીએલ કાર્ડધારકોને અનાજ નહિ આપવામાં આવતાં તેમનામાં કચવાટ જોવા મળ્યો હતો. લોકડાઉનના સમયમાં સરકારની મદદના કારણે કાર્ડધારકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

Next Story