Connect Gujarat
Featured

અમદાવાદ : ઇન્ડિયાનું કલ્ચર છે દંડ ભરવો તેના કરતાં પહેરી લેવું સારૂ, માસ્ક અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા

અમદાવાદ : ઇન્ડિયાનું કલ્ચર છે દંડ ભરવો તેના કરતાં પહેરી લેવું સારૂ, માસ્ક અંગે અમદાવાદીઓની પ્રતિક્રિયા
X

ગુજરાત સરકારે હાઇકોર્ટની ટકોર બાદ માસ્ક નહિ પહેરવા બદલ થતાં દંડની રકમ 500થી વધારે 1,000 રૂપિયા કરી નાંખી છે. મંગળવારના રોજથી રાજયભરમાં માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી 1,000 રૂપિયા લેખે દંડની વસુલાત કરાશે.

રાજયમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને હવે ફરીથી લોકડાઉન કરવું પણ અશકય છે. આવા સંજોગોમાં લોકો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તકેદારીના પગલાં ભરે તેના પર ભાર મુકવામાં આવી રહયો છે. અત્યાર સુધી માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી 500 રૂપિયાનો દંડ લેવાતો હતો પણ હવે દંડની રકમ વધારીને 1,000 રૂપિયા કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મંગળવારથી નવા દંડ પ્રમાણે વસુલાત કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદવાસીઓએ માસ્કના દંડની રકમ વધારવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે.

Next Story