Connect Gujarat
Featured

અમદાવાદ : સાબરમતી જેલમાં શરૂ થયું રેડીયો સ્ટેશન, જુઓ કેવો છે નવતર અભિગમ

અમદાવાદ : સાબરમતી જેલમાં શરૂ થયું  રેડીયો સ્ટેશન, જુઓ કેવો છે નવતર અભિગમ
X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જયાં કેદ કરવામાં આવ્યાં હતાં તેવી સાબરમતી જેલમાં રેડીયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. રેડીયોના માધ્યમથી કેદીઓ પોતાના ગુનાઓ તેમજ જેલવાસ દરમિયાનના અનુભવોનું વર્ણન કરી શકશે….

અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેલમાં આજે રેડિયો પરીસોન સ્ટેશન શરૂ કરવામાં આવે છે. કેદીઓ જેલની દીવાલો વચ્ચે રહી મનોરંજનની સાથે સાથે સરકાર દ્વારા લોક કલ્યાણની યોજનાઓ તેનાથી માહિતગાર રહે તે માટે ગુજરાતમાં સૌ પ્રથમ સાબરમતી મધ્યસ્થ જેલથી રેડિયો કાર્યક્રમ શરુ થશે. આ રેડિયો પ્રોગ્રામ નું તથા બ્રોડકાસ્ટિંગનું સંચાલન ખુદ કેદીઓ દ્વારા જ કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીના કેદીઓ પ્રત્યેના વિચારો અને આદર્શો ધ્યનમાં લઈને આજના દિવસ પસંદ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં સુશિક્ષિત અને ભાષા પર પ્રભત્વ ધરાવતા કેદીઓ રેડિયો જોકી તરીકે નામના મેળવે તેવા સંજોગો ઉજળા બન્યાં છે.

કોવિડ 19 ની તમામ બાબતો અને સોશિયલ ડિસ્ટન્સીગનું સંપૂર્ણપણે પાલન થાય તેની તકેદારી સાથે શરુ થયેલા આ નવા પ્રયોગમાં કેદીઓને રેડિયો બ્રોડકાસ્ટિંગ અને એનાઉસમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે. રાજ્યભરની જેલમાં નિયમિત સેનીટેશન, ચકાસણી, આઇસોલેટેડ વોર્ડ તથા નિષ્ણાત તબીબોની મદદથી જેલમાં કેદીઓ તથા પરિવારજનો માટે પણ ખાસ ડિસ્પેન્સરી ઉભી કરવામાં આવી છે.

આ રેડિયોમાં ભાગવત ગીતા, ગાંધીજીના વિચારો અને ઘણી બધી રસપ્રદ વાર્તાઓ અને જે કેદીને તેની પોતાની વિશે વાત કરવી હોય કે તે આ જેલમાં કેવી રીતે આવ્યો તેને કયો ગુન્હો કર્યો હતો ક્યાં સંજોગોમાં અને જેલમાં આવ્યા પછી તેનામાં શું પરિવર્તન આવ્યું છે તે તમામ બબતો વર્ણવી શકશે. સાબરમતી જેલમાં કાચા કામના 1800 કેદીઓ છે અને પાક કામના 1200 કેદીઓ રહેલાં છે. તમામ બેરિકેટમાં સ્પીકર મુકવામાં આવ્યા છે જેમાં સવારે 8 થી 12 અને સાંજે 4 થી 6 સુધી આ રેડિયો વગાડવામાં આવશે.

Next Story