New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/vrux-dharasay.png)
અમદાવાદમાં રવિવારની રાતે વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના રાણીપ, સેટેલાઈટ, મોટેરા, ગોતા, નારણપુરા, એસ જી હાઈવે, બાપુનગર, નારોલ, સરસપુર સહિત તમામ પૂર્વ અને પશ્રીમ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાયા હતા.
ત્યારે કુલ શહેરમાં આશરે 95 જેટલા વૃક્ષો જમીનદોસ્ત થયા છે. તથા અનેક જગ્યાઓએ ડ્રેનેજ લાઈનો તૂટવાના પણ બનાવ બન્યાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તરમાં ઓઢવ અને વટવામાં સૌથી વધારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બપોર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ પાડવાની સંભાવનાઓ છે.
Latest Stories