Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : “રૂ. 47 કરોડની છેતરપિંડી”, ગેલેક્સી ગ્રુપના બિલ્ડર પિતા-પુત્ર સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ : “રૂ. 47 કરોડની છેતરપિંડી”, ગેલેક્સી ગ્રુપના બિલ્ડર પિતા-પુત્ર સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ
X

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટું બિલ્ડર ગ્રુપ ગણાતું ગેલેક્સી ગ્રુપ પણ હવે લોકો જોડે છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારના આદેશ બાદ ગેલેક્સી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ 47 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદના ગેલેક્સી ગ્રુપના બિલ્ડર ઉદય ભટ્ટ, હેમાંગ ભટ્ટ અને નિલેશ ભટ્ટ વિરુદ્ધ નરોડા પોલીસ

સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મુજબ, મુઢીયા ગામની જમીન રૂ. 47 કરોડમાં ખરીદવાનું જાણવા મળ્યું હતું. જેમાં ફરિયાદીને 17.24 કરોડ ચૂકવી જાણ બહાર દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી, જ્યારે

દસ્તાવેજ થયા બાદ ફરિયાદી પાસેથી રૂ. 11.94 કરોડ પણ પડાવી લીધા હતા. ફરિયાદીએ

બિલ્ડર પિતા-પુત્ર સહિત 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, પહેલા પણ ફરિયાદીએ મુખ્યમંત્રીની

સામે ઈચ્છામૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ

કરવામાં આવતા સ્થાનિક પોલીસે ઘણા સમય બાદ ગેલેક્સી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ 47 કરોડ

રૂપિયાની છેતરપિંડીનો ગુન્હો નોંધી ફરિયાદ

દાખલ કરી છે.

Next Story