Connect Gujarat
Featured

અમદાવાદ: આર.ટી.ઓ.એ લકઝ્યુરીયસ મોડીફાઇડ કાર કરી જપ્ત, કાર નિહાળી રહી જશો દંગ,જુઓ

અમદાવાદ: આર.ટી.ઓ.એ લકઝ્યુરીયસ મોડીફાઇડ કાર કરી જપ્ત, કાર નિહાળી રહી જશો દંગ,જુઓ
X

અમદાવાદ આરટીઓએ મોડિફાઇ કરી બનાવવામાં આવેલી એક લક્ઝરી લિમોઝિન કાર જપ્ત કરી છે. કાયદા મુજબ કારમાં આ રીતે સુધારા થઈ શકે નહીં. વધારામાં કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગોમાં કાર એક દિવસના રૂ.40 હજારના ભાડે અપાતી હતી.આ કારમાં લક્ઝુરિયસ સુવિધાઓ છે

અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટરે ચેકિંગ દરમિયાન સાણંદમાંથી મોડિફાઇ કરેલી લિમોઝિન કાર ડિટેઇન કરી છે, જેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન નથી. તેમ છતાં રોજના રૂા.40 હજારના ભાડે અપાઇ હતી. પંજાબ પાર્સિંગની પી.બી. 10 CY 3300 નંબરની કારની બજાર કિંમત અંદાજે 20 લાખ છે. સુમો કારમાંથી મોડિફાઇ કરેલી આ કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે અપાઇ હતી મોડીફાઇડ કારણે દેશમાં ક્યાંય રજીસ્ટ્રેશન નથી હોતું. સુભાષબ્રિજ આરટીઓ ઇન્સ્પેક્ટર એ.પી.પંચાલ અને જે.એચ.મિસ્ત્રી સાણંદ ખાતે ચેકિંગમાં હતા, ત્યારે પંજાબ પાસિંગ મોડિફાઇ કરેલી ઉપરોક્ત નંબરની લિમોઝિન કાર પસાર થતાં રોકી હતી.કારનું સુભાષબ્રિજ કે અન્ય કોઇ પણ આરટીઓમાં રજિસ્ટ્રેશન જ ન હતું. કારચાલક વાહનની પીયુસી, પોલિસી કે આરસીબુક સહિતના એક પણ પુરાવા નહીં આપી શક્તા કાર ડિટેઇન કરી હતી.
તપાસમાં જણાયું હતું કે, કાર 2015થી ગુજરાતમાં ફરે છે. ટાટા સુમોમાંથી મોડિફાઇ કરી ઉપર ઔડીનો સિમ્બોલ મુકાયો છે. એરપોર્ટ કે અન્ય પ્રસંગે કાર ભાડે અપાતી હતી. કારનો મૂળ માલિક નડિયાદનો છે. જેની પાસે આવી બે કાર છે.આ કારમાં વૈભવી સુવિધાઓ ચ્હે જેમાં એલ.સી.ડી.ટીવી,બાર અને લકઝ્યુરસ ઇન્ટીરીયર પણ છે.

Next Story