Connect Gujarat
Featured

પુત્રનો જન્મ થયો હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરાવીને ફરજ પર ખડેપગે હાજર રહેતા PI

પુત્રનો જન્મ થયો હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરાવીને ફરજ પર ખડેપગે હાજર રહેતા PI
X

કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિના કારણે લૉકડાઉન રાખવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. પોલીસકર્મીઓ 24 કલાક ફરજ બજાવે છે, ત્યારે સાબરમતી પોલીસ સ્ટેશનના PIના ઘરે પુત્રનો જન્મ થયો છે અને હોસ્પિટલમાં દાખલ છે, તેમ છતાં પત્ની અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાવી ફરજ પર હાજર ગયા હતા.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના ઘરે 27 માર્ચના દિવસે દિકરાનો જન્મ થયો છે. જન્મ બાદ તેમના પત્ની અને દિકરાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેથી પોતાની સામાજિક જવાબદારી એટલે કે, બંનેને દાખલ કરાવીને PI વાળા પોતાની નોકરી પર પરત ફર્યા છે અને કોરોના વાઇરસના પગલે જે લૉકડાઉન કરાવવામાં આવ્યું છે તેનું પાલન કરવા ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિમાં તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેથી પોતાની ફરજ નિભાવી તેઓ પોતાના પરિવાર પાસે તો જાય છે, પરંતુ ફરીથી પોતાની જવાબદારી સંભાળવા ફરજ પર હાજર થઈ જાય છે. કોરોના વાઇરસની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં કરતા કર્મચારીઓ અને અધિકારીઓ આ રીતે ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પણ પરિવાર છે, પરંતુ પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે.

Next Story