Connect Gujarat
Featured

અમદાવાદ : સતત ત્રણ દિવસથી સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બન્યું

અમદાવાદ : સતત ત્રણ દિવસથી સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બન્યું
X

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. અને ખેડૂત આંદોલનની જેમ અહીં પણ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે આજે સવારે બોડકદેવની કોર્પોરેશન કચેરી બહાર સફાઈ કામદારો માટે જમવાની વ્યવસ્થા શરૂ થઈ છે. રીતસર રસોડા શરૂ કરવામાં આવ્યા છે. ગરીબ લોકો પોતાના પાસેથી 10 કે 20 રૂપિયા આપીને મદદ કરી અને જમવાનું અને પાણી આંદોલનકારી માટે વ્યવસ્થા કરી છે.

અમદાવાદ શહેરના થલતેજ વોર્ડના સફાઈ કર્મચારીઓ પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. સતત ત્રણ દિવસથી ચાલુ રહેલું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ત્રણ દિવસ પહેલા પોતાની માંગણીઓને લઇ સફાઈ કર્મચારીઓએ આંદોલન શરુ કર્યું હતું ત્યારે એક આગેવાને ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ આંદોલન વધારે ઉગ્ર બન્યું છે અને સતત ત્રણ દિવસથી બોડકદેવની ઓફિસ આગળ સફાઈકર્મીઓએ ધામા નાંખ્યા છે. એટલું જ નહીં પણ ધરણા પર બેઠેલા લોકોની જમવાની વ્યવસ્થાના ભાગ રૂપે ધરણાના સ્થળે જ આજથી રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે.મહિલાઓ દ્વારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. 2500 લોકો માટેના રસોડાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રસોડાની તૈયારીઓ ને જોતા લડત લાંબી ચાલવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

અમદાવાદમાં થલતેજ વોર્ડના સફાઈ કર્મીએ બોડકદેવ ઝોનલ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવતાં ચકચાર મચી ગઈ હતી અને આંદોલને ઉગ્ર સ્વરૂપ લાઇન લીધું છે. સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈને રજુઆત કરવા જતાં ઉપરી અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતા આ પગલુ ભર્યાની પ્રાથમિક માહિતી મળી હતી. થલતેજ વોર્ડના આ સફાઈ કર્મીને 108 મારફતે સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી આજે સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમજ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતા સફાઈ કર્મીઓ વધુ આક્રમક બન્યા છે. પીઆઇ આર.એમ.સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી છે. જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો.

Next Story