Connect Gujarat
Featured

અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી દૈનિક 40 જેટલી ફલાઇટનું સંચાલન

અમદાવાદ : સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી દૈનિક 40 જેટલી ફલાઇટનું સંચાલન
X

લોકડાઉનના ચોથા ચરણમાં સોમવારના રોજથી દેશમાં ડોમેસ્ટીક હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી રોજની 40 જેટલી ફલાઇટનું સંચાલન કરવામાં આવશે.

કોરોના મહામારીના પગલે લગભગ 2 મહિના સુધી દેશભરમાં ફ્લાઈટોનું સંચાલન બંધ રહ્યા બાદ સોમવારથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઈટો શરૂ થઈ ગઈ છે. 25 મેથી 30 જૂન સુધી જાહેર કરાયેલી ફ્લાઈટો પૈકી અમદાવાદથી દરરોજ 40થી 45 ફ્લાઈટો ઉપડશે અને આટલી જ ફ્લાઈટો આવશે. અમદાવાદથી સોમવારે પહેલી ફ્લાઈટ વહેલી સવારે 4 વાગે પુણે જવા ટેકઓફ થઇ હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ગાઈડલાઈન મુજબ તમામ પેસેન્જરોને ફ્લાઈટના સમય કરતા લગભગ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે તેમજ માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે. વિમાનમાં બેસતા પહેલાં પેસેન્જરોને ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ ઓન લાઈન મેળવવા પડશે તથા બેગ પર જાતેજ ટેગ લગાવવાના રહેશે.

Next Story