Connect Gujarat
Featured

અમદાવાદ : સી-પ્લેનની ફ્લોટિંગ જેટીના કામોને અંતિમ ઓપ, પીએમ મોદીના હસ્તે થશે સી-પ્લેનની સેવાનો પ્રારંભ

અમદાવાદ : સી-પ્લેનની ફ્લોટિંગ જેટીના કામોને અંતિમ ઓપ, પીએમ મોદીના હસ્તે થશે સી-પ્લેનની સેવાનો પ્રારંભ
X

આગામી તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનની સેવાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે સી-પ્લેન માટે ફ્લોટિંગ જેટીના કામોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ ખાતે સી-પ્લેન માટે ફ્લોટિંગ જેટીનાં કામો ચાલી રહ્યાં છે, જે આગામી તા. 20 ઓક્ટોબર સુધી પુર્ણ થવાની શક્યતા છે. જેમાં સૌથી પહેલી ઉડાન તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી કેવડિયા સુધીની ભરશે. એ માટે 20 ઓક્ટોબર આસપાસ કેનેડાથી બે સી-પ્લેન વિદેશી પાઇલટ સાથે અમદાવાદ આવી પહોચશે.

પીએમ મોદી અમદાવાદ રિવર ફ્રન્ટથી ઉંડાણ ભરી કેવડિયા કોલોની પહોંચશે. જેના માટે કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેટીનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે, તો ટર્મિનલનું કામ પણ 80 ટકા પૂર્ણ થઇ ગયું છે. અહીં વોટર એરોડ્રામ સુધી જવા માટે ખાસ યુએઈથી આવેલ ગેન્ગવેને પણ લગાવી દેવામાં આવ્યો છે. જોકે અમદાવાદ્દ રિવર ફ્રન્ટથી કેવડિયા કોલોની સુધી વ્યક્તિ દીઠ 4800 રૂપિયાનો ખર્ચ થશે, ત્યારે આ પ્રોજેક્ટ પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે.

Next Story