અમદાવાદ : એક સાથે તેરસો બહેનોએ ભાગ લીધો સાત્વિક ગરબામાં
BY Connect Gujarat24 Sep 2019 12:19 PM GMT

X
Connect Gujarat24 Sep 2019 12:19 PM GMT
ગુજરાતમાં નવરાત્રીની શરુઆત પહેલા રાજયના વિવિધ શહેરોમાં બીફોર ગરબાની રમઝટ જામી રહી છે. અમદાવાદમાં સાત્વિક ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં તેરસોથી વધારે મહિલાઓએ ભાગ લઇ વિશ્વ વિક્રમ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.
વામા ક્લબ અમદાવાદ દ્વારા સાત્વિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ૧૩ વર્ષ થી ૭૫ વર્ષનાં મહિલા એ ભાગ લીધો હતો. આ ગરબને વર્લ્ડ રેકોર્ડમાં નામ લખવાનું હોવાથી બહેનોએ હાથમાં દીવડો અને માથે ગરબી સાથે જોવા મળી હતી ..આ ગરબામાં તેરસો મહિલાએ ભાગ લીધો હતો. આ ગરબાને વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ કરવા માટે વર્લ્ડ રેકોર્ડના તિથી ભલ્લા અને તેની ટીમ અહી આવીને આ ગરબા નિહાર્યા હતા સાથે ગરબા ની સમાપન માં વર્લ્ડ રેકોર્ડ કારબા નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આયોજક દ્વારા તમામ ગરબે રમતા બેનો ને અભિનંદન આપવામાં આવ્યાં હતાં..
Next Story