Connect Gujarat
Featured

અમદાવાદ : સસ્તામાં સોનું આપવાની લાલચે લોકોને લુંટી લેતી ગેંગના સાત સાગરિત ઝબ્બે

અમદાવાદ : સસ્તામાં સોનું આપવાની લાલચે લોકોને લુંટી લેતી ગેંગના સાત સાગરિત ઝબ્બે
X

સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી નકલી પોલીસ બની દરોડા પાડી સોનુ ખરીદવા આવેલ લોકોના પૈસા લૂંટી લેતી આંતરરાજય ગેંગને રામોલ પોલીસે ઝડપી પાડી છે.

નકલી પોલીસ બની ને લોકોને લુંટતી ગેંગ રામોલ પોલીસે બાતમીના આધારે વૉચ ગોઢવી પકડી પાડી છે. આ ગેંગના એક મહિલા સહિત 7સભ્યો ને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસને ચોક્કસ બાતમી હતી અને તેના આધારે વોચ ગોઠવી અને કાર ચાલક આવતા તેને રોકી પકડી લેવામાં આવ્યા હતા. કારમાં રહેલા માણસોની પૂછપરછ કરી હતી. કારમાં એક મહિલા સહિત સાત લોકો સવાર હતા. ડ્રાઇવર સીટ પર બેઠેલા ઈસમે પોતે અમરાઈવાડીમાં પી.એસ.આઈ હોવાની ઓળખ આપતા પોલીસે તેનું આઈકાર્ડ માંગ્યું હતું. આરોપીએ આઇ કાર્ડ પણ બતાવ્યું હતું. જેમાં પી.એસ.આઈના કાર્ડમાં બક્કલ નંબર લખેલો ન હોવાથી આઇકાર્ડ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે તમામ આરોપીઓની ઉલટ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો...

જે આરોપીઓ પકડાય છે તે આરોપીઓમાં કિરીટ અમીન અને ભાવના અમીન પતિ-પત્ની હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે જાવેદ હુસૈન, જગમોહન શાસ્ત્રી, અને વસીમ અલી સૈયદ આ ત્રણેય આરોપીઓ સસ્તું સોનું આપવાની લાલચ આપીને ગ્રાહકને પૈસા લઈને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લઈ આવે ત્યારે કિરીટ, તેની પત્ની, પંકજસિંહ રાઠોડ અને અન્ય કેટલાક લોકો બનાવ સ્થળ પર રેડ કરી સોનું ખરીદવા આવેલા વ્યક્તિને પોલીસની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લૂંટી લેતા હતા. આ પ્રકારની લૂંટ છેલ્લા 3 વર્ષથી કરતા આવ્યા છે. ધાડ કરતા આવ્ આરોપીઓ પાસેથી પોલીસે બનાવટી આઇકાર્ડ, બે એરગન, 12 નંગ મોબાઈલ ફોન, પોલીસ યુનિફોર્મમાં દંપતીના પાસપોર્ટ સાઇઝના ફોટો અને કેટલીક બનાવટી ચલણી નોટો સહિત કુલ 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

Next Story