Connect Gujarat
Featured

અમદાવાદ: બીમાર પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અને પુત્રએ સિવિલમાં જ બનાવ્યો ચોરીનો પ્લાન, જુઓ આખી ઘટના

અમદાવાદ: બીમાર પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા અને પુત્રએ સિવિલમાં જ બનાવ્યો ચોરીનો પ્લાન, જુઓ આખી ઘટના
X

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાંથી રૂ.5 લાખની કિંમતની કોપરની પાઈપોની ચોરી કરવામાં આવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે સોલા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદના સોલા વિસ્તારમાં ફરીએકવાર ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ વખતે આ બનાવ હોસ્પિટલમાં બન્યો હતો. જેમાં અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલમાં કોપર ની પાઈપો ચોઈ કરવમાં આવી હતી. રૂ.5 લાખની કિંમતની કોપરની પાઈપોની ચોરી થઈ હતી. જે બાબતે સોલા પોલીસને જાણ કરતા પોલીસ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પોહચી હતી. જેમાં સીસીટીવ ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં 3 આરોપીની ઓળખ થઈ હતી. જેના આધારે પોલીસે સંજય ઠાકોર, અનિકેત પરમાર અને અવિનાશ ચૌહાણની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી સંજય ઇલેક્ટ્રિકનું કામ કરે છે. સંજયના પિતા શંકરભાઈ ઠાકોર બીમાર હોઈ 4 દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એક દિવસ ફોન પર વાત કરતા ફરતા ફરતા તેણે રૂમમાં કોપરની પાઇપો જોઈ હતી. જે ચોરી કરવા માટે તેણે તેના બે મિત્રો અનિકેત પરમાર અને અવિનાશ ચૌહાણને વાત કરી હતી. ત્યારબાદ પિતાને રજા આપ્યા બાદ ત્રણેયે હોસ્પિટલમાં બે વખત ચોરી કરી હતી.

Next Story