અમદાવાદ : શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી, ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં થયો છબરડો..!

0
80

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 7 વિષયની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 2 વિષયમાં ગેરહાજર બતાવ્યો છે. તો પરીક્ષાના પ્રવેશપત્રમાં પણ 7 વિષયની પરીક્ષા આપી હોય તેવી નોંધ કરાઈ છે, ત્યારે હાલ શિક્ષણ બોર્ડની ભૂલના કારણે વિદ્યાર્થીને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહની લેવાયેલી પરીક્ષામાં 7 વિષયની પરીક્ષા આપનાર ભાર્ગવ ત્રિવેદીને 2 વિષયમાં ગેરહાજર બતાવ્યો છે. જ્યારે તેના પ્રવેશપત્રમાં 7 વિષયની પરીક્ષા આપી હોય તેવી નોંધ કરાઈ છે, ત્યારે ભાર્ગવ ત્રિવેદીએ તમામ વિષયની પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

ભાર્ગવ ત્રિવેદીના પરીક્ષાના પ્રવેશપત્રમાં નોંધ સાથે પરીક્ષાખંડ સુપરવાઈઝરની સહી તેની સાબિતી બતાવે છે. જોકે તંત્રની બેદરકારીના કારણે પરિણામમાં ભાર્ગવને આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વો એમ 2 વિષયમાં ગેરહાજર બતાવાયો છે, ત્યારે સવાલ એ છે કે, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની બેદરકારીના કારણે વિદ્યાર્થીને ભોગવવું પડી રહ્યું છે, ત્યારે હવે શિક્ષણ બોર્ડની ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here