Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : 13મા માળેથી કુદેલી મહીલા બની રાહદારી વૃધ્ધના મોતનું કારણ

અમદાવાદ : 13મા માળેથી કુદેલી મહીલા બની રાહદારી વૃધ્ધના મોતનું કારણ
X

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પરિસ્કર એપાર્ટમેન્ટના 13મા માળેથી એક માનસિક વિકલાંગ મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. આ મહિલા નીચે રસ્તા પરથી પસાર થઇ રહેલા વૃધ્ધ ઉપર પડતાં મહિલા અને વૃધ્ધ બંનેના ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં.

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. ખોખરામાં આવેલા પરિસ્કર-2ના ફેઝ-2માં ઇ બ્લોકના 13માં માળેથી મમતા કાઠી નામની મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. 13મા માળેથી કુદેલી મહિલા નીચેથી પસાર થઇ રહેલાં 69 વર્ષીય બાબુભાઇ દિવાકર ઉપર પડી હતી. બંનેના ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે મોત નીપજયાં હતાં. આત્મહત્યા કરનારી મહિલા 2 ઓક્ટોબરના રોજ સુરતથી અમદાવાદ તેમના ભાઇના ઘરે માનસિક બીમારીની સારવાર માટે આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા છે. અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Next Story