Connect Gujarat
Featured

અમદાવાદ: કોરોનાની વેકસીન અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ, જુઓ શું છે મામલો

અમદાવાદ: કોરોનાની વેકસીન અંગે કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ, જુઓ શું છે મામલો
X

દેશમાં કોરોના મહામારી સામે જંગ જીતવા માટે વેક્સીનનો જથ્થો દેશના અલગ અલગ રાજ્યોમાં પોહચી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે માંગ કરી છે કે દેશના તમામ નાગરિકોને ફ્રી વેક્સીન આપવામાં આવે ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવાયો કે કોરોના મહામારી એક મોટી આફત છે પણ ભાજપ સરકારે આ આફતને અવસર માં પલ્ટી નાખી છે અને આ સમયમાં પણ વેપાર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવાતા કહ્યું કે ગુજરાતમાં કોરોના મહામારી માં સરકારની અણઆવડત અને ખોટી નીતિઓ ને કારણે આ બીમારી વધુ ફેલાઈ ફેક ધમણ વેન્ટિલેટરથી અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા તો સેડનેટાઇઝર અને માસ્કના નામે સરકારે રાજ્યની જનતા ને લૂંટી આ સરકાર નિષ્ફળ છે હવે જ્યારે વેક્સિન આવી રહી છે ત્યારે મહામારીને કારણે લોકોને વેપાર અને ધંધા નથી ત્યારે ફ્રી વેક્સીન આપવામાં આવે અને સરકાર લોકોના આરોગ્યની ચિંતા કરે

તો કોંગ્રેસના અગ્રણી નેતા જીતુ પટેલે પણ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે જે વેક્સીન સરકારે 200 રૂપિયામાં ખરીદી છે તે ખાનગીમાં 1000 રૂપિયામાં મળશે મતલબ સરકારે 500 ટકા નફો ઉદ્યોગપતિઓને આપ્યો છે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે ભૂતકાળમાં અનેક મોટી મહામારીને નાબૂદ કરવામાં આવી છે પણ વર્તમાન ભાજપ સરકાર માટે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે છે કોંગ્રેસે કહ્યું કે દેશની જનતાને વેક્સીન પ્રત્યે શંકા છે ત્યારે સો પ્રથમ પીએમ મોદીએ વેક્સીન લઇ શંકા દૂર કરવી જોઈએ

Next Story