Connect Gujarat
Featured

અમદાવાદ: મહાનગરપાલિકામાં મેયરની વરણી ટૂંક સમયમાં,જુઓ ક્યારે થશે વરણી

અમદાવાદ: મહાનગરપાલિકામાં મેયરની વરણી ટૂંક સમયમાં,જુઓ ક્યારે થશે વરણી
X

રાજ્યની મહાનગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે મેયરની વરણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. 6 મહાનગર પાલિકાઓમાં આવતા સપ્તાહ સુધીમાં મેયરની વરણી કરી દેવામાં આવશે

રાજયમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. 6 મહાનગર પાલિકાઓમા ક્લીન સ્વીપ કર્યા બાદ નગર પાલિકા,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે એતિહાસિક પરિણામો મેળવ્યા છે ત્યારે હવે મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આવતા સપ્તાહના અંત સુધીમાં તમામ છ મહાનગર પાલિકાઓમાં મેયરની વરણી કરી દેવામાં આવશે.અમદાવાદને 10 માર્ચે નવા મેયર મળશે,રાજકોટને મહાશિવરાત્રીના દિવસે જ નવા મેયર મળશે ,સુરતમાં તારીખ 12 માર્ચના રોજ મેયરની વરણી કરવામાં આવશે તો

વડોદરામાં 11 માર્ચે મેયરની વરણી કરાશે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ દાવેદારો મેયર પદ મેળવવા ગોડ ફાધરના શરણે પહોચી ગયા છે તો બીટી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર પાલિકાઓમાં પણ પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા તૈયારીઑ શરૂ કરવામાં આવી છે

Next Story