Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોના વોરિયર્સને બચાવવાનો અભિગમ, પોલીસ વિભાગે શરૂ કર્યું સેનીટાઇઝિંગ

અમદાવાદ : કોરોના વોરિયર્સને બચાવવાનો અભિગમ, પોલીસ વિભાગે શરૂ કર્યું સેનીટાઇઝિંગ
X

રાજ્યમાં કોરોનનું સંક્ર્મણ વધી રહ્યું છે અને પ્રતિદિવસ 1300ની આસપાસ કોરોના કેસ આવી રહયા છે. ત્યારે કોરોનની સામે ફ્રન્ટ લાઈનના કોરોના વોરિયર્સ પોલીસના જવાનો અને પોલીસ પરિવારને કોરોનાથી મુક્ત રાખવા અમદાવાદ પોલીસે એક અભિયાનની શરૂઆત કરી છે. કોરોના વોરિયર્સ સંક્રમણથી બચી શકે તે માટે આઇપીએસ અધિકારી અને અમદાવાદ પોલીસ હેડક્વાટરના એડમીન અજય ચૌધરીએ શહેરની અલગ અલગ પોલીસ લાઈનમાં સૅનેટાઇઝેશનનો પ્રારંભ કરાવ્યો છે.

આ છે અમદાવાદની સૌથી મોટી પોલીસ લાઈન જ્યા 400 જેટલા પોલીસ પરિવારો વસવાટ કરે છે. માર્ચ એપ્રિલમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે આ પોલીસ લાઇનમાંથી અનેક પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારે ફરીવાર પોલીસ જવાનો અને તેના પરિવારના સભ્યો સંક્ર્મણનો ભોગ ના બને તેમાટે સૅનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ ક્વાર્ટરના દરેક ઘરમાં અને પોલીસ લાઈનના અલગ અલગ વિસ્તારોને સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ જાતે જ સેનેટાઇઝેશનનો છંટકાવ કરી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અભિગમ અપનાવ્યો છે.

એક વખત કોરોનાનો ભોગ બનેલ પોલીસ લાઈન ફરીથી સંક્રમિત ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહયા છે. હેન્ડ પમ્પ તેમજ આધુનિક સ્પ્રીંક્લર મશીનનો ઉપયોગ કરી તબક્કાવાર પોલીસ લાઈનને સેનેટાઇઝ કરવામાં આવશે.

વીઓ_03 આઇપીએસ અને અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરના એડમીન અજય ચૌધરીનું કેહવું છે માત્ર સેનેટાઇઝ ડ્રાઈવ નથી પણ સાથે પરિવારના દરેક સભ્યોને વિટામિનની દવાઓ સાથે આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવે છે. જેથી પોલીસ જવાનો, અધિકારીઓ સહિત તેમનો પરિવાર તંદુરસ્ત રહે.આ ઉપરાંત શહેરની 31 પોલીસ લાઈન અને શહેરના દરેક પોલીસ સ્ટેશન અને મુખ્ય ઓફિસોને પણ સૅનેટાઇઝ કરવામાં આવશે.

Next Story