Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ટ્રાફિક પોલીસે અનોખી રીતે ઉજવ્યો 31મો ટ્રાફિક માર્ગ સલામતી દિવસ

અમદાવાદ : ટ્રાફિક પોલીસે અનોખી રીતે  ઉજવ્યો 31મો ટ્રાફિક માર્ગ સલામતી દિવસ
X

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વાર 31મો ટ્રાફિક માર્ગ

સલામતી સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા

લોકોને ટ્રાફિકના નિયમો વિશે ફૂલ આપીને નાગરિકોને સલામતી અને હેલ્મેટ પહેરવા માટે

લોકોને સમજાવવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ૩૧માં ટ્રાફિક

સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકો ટ્રાફિક મામલે તથા ટ્રાફિકના નિયમો

વિશે સાવચેત રહે અને દરેક નિયમોનું પાલન કરે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા

અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં વાહનચાલકોને ટ્રાફિક પોલીસ તથા કોલેજના

વિદ્યાર્થીઓ દ્વારા ફૂલ આપીને અને પ્લેકાર્ડ બતાવીને વાહનચાલકોને સમજાવવામાં આવ્યા

હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો બીઆરટીએસ બસના ચાલકને પણ ફૂલ આપીને ટ્રાફિક

નિયમન વિશે અને બસ કઈ રીતે ટ્રાફિકમાં ચલાવવી તેના વિશે પણ સમજાવવામાં આવ્યું

હતું. આશરે ૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉજવણીના ભાગરૂપે પોલીસને સાથ સહકાર પણ આપ્યો હતો

Next Story