અમદાવાદ : પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત; રોજના 300થી 400 પોલીસકર્મીઓને અપાશે વેક્સિન

0

રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકનીસેશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ તબબકામાં મેડિકલ સ્ટાફ ડોક્ટર અને આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી ત્યારે આજથી રાજ્યમાં પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સીપી કલેક્ટર અને ડીડીઓ અને ડીએસપી સહિતના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે.રાજ્યના મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે રસીકરણનો આરંભ થયો છે. ગાંધીનગરમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રથમ વેક્સિન લઈને શરૂઆત કરી છે. હાલમાં અમદાવાદ પોલીસને સિવિલ હોસ્પિટલમાં વેકેશન આપવાની શરૂઆત કરી દેવાઈ છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ કલેક્ટર સંદીપ સાંગલે અને ડીડીઓ મહેશબાબુ એ વેક્સીન લીધી હતી ત્યાર બાદ પોલીસકર્મીઓ અને અધિકારીઓને પણ વેક્સીન આપવામાં આવી હતી. રાજ્યભરમાં તબક્કાવાર અનેક અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ કેન્દ્રો પર વેક્સિન લેશે. 25000 જેટલા પોલીસકર્મી, કોર્પોરેશન, વહિવટીતંત્રમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી આશરે 3.5 લાખ કર્મચારીઓને વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. રોજના 300થી 400 પોલીસકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.રાજ્યમાં પેહેલેથી વેક્સીન આપવા માટે ડેટા બેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે 4 લાખ આરોગ્ય કર્મી 6 લાખ ફ્રન્ટ લાઈન વોરિયર્સ આમ કુલ 11 લાખ સરકારી કર્મીઓને વેક્સીન આપવામાં આવશે શહેર પોલીસ કમિશ્નર કહયું કે આ કોરોના સામે અમહાભિયાન છે અમે તેમાં જોડાયા છીએ દરેક પોલીસ કર્મીઓને કોરોના વેક્સીન મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે તો કલેકટ સંદીપ સાંગલેએ જણાવ્યું કે હું ગૌરવ અનુભવું છું કે આ અભિયાનમાં અમે જોડાયા દરેક સરકારી કર્મીને વેક્સીન આપવમાં આવશે.આવનાર થોડા દિવસમાં રાજયના લાખો સરકારી કર્મીઓને વેક્સિનેશન કરવામાં આવશે. વેક્સિનેશન પ્રક્રિયાથી કર્મીઓને પણ હિમ્મત મળી છે આમ કોરોના સામેની લડાઈમાં રાજ્યની જનતા ને સુરક્ષિત રાખનાર ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ પણ હવે અભિયાનનો હિસ્સો બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here