Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : લોકડાઉન વચ્ચે શાકભાજી સરળતાથી મળે છે, ચિંતા કરશો નહિ

અમદાવાદ  : લોકડાઉન વચ્ચે શાકભાજી સરળતાથી મળે છે, ચિંતા કરશો નહિ
X

દેશમાં લાગુ

કરવામાં આવેલાં લોક ડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ છે પણ તેમને જીવન

જરૂરિયાતની વસ્તુઓ મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. કનેકટ ગુજરાતની ટીમે

અમદાવાદના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું હતું કે, શાકભાજી સહિતની વસ્તુઓની કોઇ અછત નથી….

કોરોના વાયરસના

કારણે 21 દિવસના લોકડાઉન દરમિયાન પોલીસે મોરચો સંભાળી

લીધો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ઠેર ઠેર પોઇન્ટ ઉભા કરી પોલીસ વાહનો

તથા રાહદારીઓની તપાસ કરી રહી છે. યોગ્ય કારણ વિના બહાર નીકળનારા લોકો સામે કડક

હાથે પગલાં ભરવામાં આવી રહયાં છે. બીજી તરફ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળશે કે

કેમ તેની ચિંતા સતાવી રહી છે. આવા સંજોગોમાં કનેકટ ગુજરાતની ટીમે વિવિધ

વિસ્તારોમાં ગ્રાહકો સાથે વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, શાકભાજી સરળતાથી મળી રહયું છે. જેથી લોકોએ

ધસારો તથા સંગ્રહ કરવો નહી.

Next Story