Connect Gujarat
Featured

અમદાવાદ : શહેરના અનેક મુખ્ય માર્ગો બન્યા સુમસામ, સર્જાયો સ્વયંભૂ લોકડાઉન જેવો માહોલ

અમદાવાદ : શહેરના અનેક મુખ્ય માર્ગો બન્યા સુમસામ, સર્જાયો સ્વયંભૂ લોકડાઉન જેવો માહોલ
X

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ બેકાબુ બન્યું છે. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે હવે કોરોનાનો ડર અમદાવાદવાસીઓને લાગી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. એક તરફ શહેરના અનેક મુખ્ય માર્ગો પર આજે ટ્રાફિક નહિવત છે તો બીજી તરફ લોકો સ્વયંભૂ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોના દરેક વિસ્તારને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. શહેરની અનેક સોસાયટી અને ટાઉનશીપ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવાઈ ગઈ છે. હજારો લોકો પોતાના ઘરમાં કેદ છે, ત્યારે શહેરના નાગરિકો સ્વયંભૂ હવે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પશ્ચિમ અમદાવાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નહિવત છે. જે રસ્તાઓ ભીડ અને વાહનોથી ઉભરાતા હતા તે રસ્તાઓ પર વાહનો સ્પીડમાં નીકળી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિભાગમાં વસ્ત્રાપુર, જોધપુર, દૂરદર્શન ટાવર અને સાલ હોસ્પિટલ જેવા અનેક મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર પણ નહિવત જોવા મળી છે. કારણ કે, જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે તે પ્રમાણે લોકો હવે પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી રહ્યા છે. આમ શહેરના મુખ્ય માર્ગો સુમસામ બનતા સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Next Story