Connect Gujarat
Featured

અમદાવાદ : 3 નવેમ્બરના રોજ થશે મતદાન, 10 નવેમ્બરના રોજ જાહેર થશે પરિણામ

અમદાવાદ : 3 નવેમ્બરના રોજ થશે મતદાન, 10 નવેમ્બરના રોજ જાહેર થશે પરિણામ
X

ગુજરાતની 8 સહિત દેશની 56 વિધાનસભાની પેટાચુંટણીઓ માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તમામ બેઠકો માટે 3 નવેમ્બરના રોજ મતદાન થશે જયારે 10 નવેમ્બરના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

કોરોના વાયરસના કહેર વચ્ચે હવે રાજકારણમાં ગરમાવો આવી રહયો છે. ચુંટણી પંચે દેશમાં ખાલી પડેલી 56 વિધાનસભાની બેઠકોની પેટા ચુંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. આ તમામ બેઠકો પર 3 નવેમ્બરે યોજાશે. જયારે 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અબડાસા, લીબડી, મોરબી, ધારી , ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક માટે ચુંટણી યોજાશે.

આ તમામ બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ રાજયસભાની ચુંટણી પહેલાં આ બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં તમામ બેઠકો ખાલી પડી છે. હવે આ બેઠકો માટે 3 નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે. ચુંટણીને અનુલક્ષી ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Next Story