અમદાવાદ : પતંગની દોરીથી થતી ઇજા રોકવા બ્રિજ પર લગાવાયાં તાર

0
110

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી લોકોને થતી ઇજા રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનોખો જુગાડ કર્યો છે. શહેરમાં આવેલાં બ્રિજો પર એક છેડાથી બીજા છેડા પર તાર લગાડવમાં આવ્યાં છે.

અમદાવાદમાં ઉત્તરાયણમાં લોકોં ઈજાગ્રસ્ત ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશનમાં આવ્યું છે. પતંગની ધારદાર દોરીથી વાહનચાલકો તેમજ રાહદારીઓના ગળા કપાઇ જવાના બનાવો બનતાં હોય છે. ઉત્તરાયણના દિવસે માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ઇજા થતી રોકવા માટે શહેરમાં આવેલાં બ્રિજો પર એક છેડાથી બીજા છેડા પર તાર લગાડવામાં આવ્યાં છે. જેથી પતંગની દોરી બ્રિજ પર પડવાના બદલે બે તારની ઉપરથી પસાર થઇ જશે અને લોકોને ઇજા થવાની શકયતાઓ ઘટી જશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here