Connect Gujarat
Featured

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે યાત્રા, 12મીએ વડાપ્રધાન કરાવશે યાત્રાનો પ્રારંભ

અમદાવાદ : સાબરમતી આશ્રમથી દાંડી સુધી નીકળશે યાત્રા, 12મીએ વડાપ્રધાન કરાવશે યાત્રાનો પ્રારંભ
X

અંગ્રેજ સલ્તનતે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ કરેલી દાંડીકુચને 74 વર્ષ પુર્ણ થતાં અનોખી રીતે ઉજવણી કરાશે....

ગુજરાત સરકાર આગામી 12મી માર્ચથી 21 દિવસીય દાંડીયાત્રા યોજવાની તૈયારી કરી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આગામી 12મી માર્ચે નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે.આ યાત્રામાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જોડાશે. આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપરાંત રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના નેતા હાજર રહેશે. ગુજરાતના સીએમ, ડે.સીએમ અને પ્રધાનો પણ અલગ અલગ- સમયે દાંડી યાત્રામાં જોડાશે.

દાંડીયાત્રાની સાથે સાથે સાબરમતી આશ્રમનું ડેવલપમેન્ટ એ પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે ને માટે જ આ ડ્રીમ પ્રોજેકટને લઇને પીએમ મોદીની આ મુલાકાત ધણી અગત્યની માનવામાં આવે છે સીએમ વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકો દરમિયાન સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ કેન્દ્રની મંજૂરી માટે આ પ્રોજેકટ પેન્ડીંગ છે. પીએમ મોદીની મંજૂરી બાદ આ પ્રોજેકટ આગળ વધારાશે.

Next Story