Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 500થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર અનિલ સ્ટાર્ચ કંપનીના મુખ્ય પ્રમોટર અમોલ શેઠની ધરપકડ

X

લોકોના 350 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર અમોલ શેઠની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે રાજસ્થાનના જેસલમેરથી ધરપકડ કરવામાં આવી હતી અને આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભદ્ર પરિવારના સંતાન અને અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠ લોકોને પોતાના ધંધામાં રોકાણ કરતો હોવાનો વિશ્વાસ આપી 9-10 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને નાણાં મેળવતો હતો પરંતુ પૈસા પાછા ન આપતા હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાંચના તપાસ માહિતી સામે આવી કે અમોલ શેઠ 350 કરોડની આસપાસનું ફુલેકુ કર્યુ છે. તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, જેમ જેમ ફરિયાદ હજીયે આવતી રહેશે તેમ તેમ તેની પર ફરિયાદ નોંધાવશે. તેની સામે માણસા, CID ક્રાઇમ, નવરંગપુરા સહિત અનેક જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ 500થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

Next Story