Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ બનશે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનનું હબ, વાંચો મહાનગર પાલિકાએ શું લીધો નિર્ણય

અમદાવાદ બનશે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનનું હબ, વાંચો મહાનગર પાલિકાએ શું લીધો નિર્ણય
X

સમગ્ર દેશમાં પેટ્રોલ - ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે મધ્યમ વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યા અને બીજી બાજુ પેટ્રોલ - ડીઝલના ભાવમાં દિન-પ્રતિદિન વધારો .

ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરમાં વિવિધ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની તૈયારી દર્શાવી છે.તેમાં ચાર્જિંગ સ્ટેશન માટે મહાનગરપાલિકા દ્વારા ભાડેથી જગ્યા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરના લોકો ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ વધારે તે હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં 300 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે PPP ધોરણે તૈયાર કરવામાં આવશે. જેમાં શહેરના લોકોને ચાર્જિંગ સ્ટેશન શોધવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી GIS મેપ પણ તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્નારા એક ખાસ અલગથી વિભાગની રચના કરવામાં આવશે જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી, ટેક્સ, ટ્રાફિક સહિતના વિભાગના અધિકારીઓની રચના કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી ચાર વર્ષમાં બે લાખથી વધારે વાહનો ઇલેક્ટ્રીક કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.

જેમાં 1 લાખ 10 હજાર ટુ વ્હીલર, 70 હજાર થ્રી વ્હીલર, 20 હજાર જેટલા ફોર વ્હીલર નો સમાવેશ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે એક રૂપિયાના ટોકન ભાડે થી ચોરસ મીટર નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

Next Story