Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ દુબઇથી આવેલ 30 લોકો કોરોના પોઝિટિવ,આરોગ્ય વિભાગમાં દોડધામ

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે

અમદાવાદ દુબઇથી આવેલ 30 લોકો કોરોના પોઝિટિવ,આરોગ્ય વિભાગમાં દોડધામ
X

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ સામે આવ્યા છે, દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.દુબઈમાં લગ્ન પ્રસંગે શહેરમાંથી 550 થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી 30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં મોટાભાગના યુવાનોનો સમાવેશ થાય છે અને તેમની ઉમર 16 થી 26 વર્ષની વચ્ચેની છે એટલું જ નહિ દુબઈમાં પણ 7 થી વધુ લોકોને સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે આ બાબતે સમાચાર બહાર આવતા એએમસી અને તંત્ર સફાળું જાગ્યું છે અને ટ્રેઇન્ગ ની કામગીરી કરવામાં આવી રહી છે એક બાજુ નવા વેરિએન્ટ ને રોકવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે કેટલાક લોકોની નિષ્કાળજી લોકો માટે જોખમ બની શકે તેમ છે

Next Story