Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓએ તત્કાલિન સી.એમ.નરેન્દ્ર મોદીની હત્યાનું રચ્યું હતું ષડયંત્ર,વાંચો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદ શહેરમાં 26 જુલાઈ 2008ના રોજ કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટના 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓએ તત્કાલિન સી.એમ.નરેન્દ્ર મોદીની હત્યાનું રચ્યું હતું ષડયંત્ર,વાંચો ચોંકાવનારો ઘટસ્ફોટ
X

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓએ તત્કાલિન સી.એમ.નરેન્દ્ર મોદીની હત્યાનું રચ્યું હતું ષડયંત્ર,વાંચો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદ શહેરમાં 26 જુલાઈ 2008ના રોજ કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટના 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ આર.પટેલે સજા સંભળાવી હતી. જેમાં 38ને ફાંસીની સજા જ્યારે 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા આપી છે. જો કે આ કેસમાં એક આજે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસના એક આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર કર્યું હોવાનો ખુલાસો થયો છે.આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, 2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ બાબતોનો પુરાવો એક આરોપીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળના નિવેદનમાં આ હકીકત જણાવી હતી.

Next Story