Connect Gujarat
અમદાવાદ 

ફ્લાઈટમાં આવી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીની ધરપકડ,અગાઉ આવી 18 ચોરી કરી, જાણો સમગ્ર મામલો

આંતર રાજ્ય ચેઇન સ્નેચિંગ કરતી આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

ફ્લાઈટમાં આવી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીની ધરપકડ,અગાઉ આવી 18 ચોરી કરી, જાણો સમગ્ર મામલો
X

આંતર રાજ્ય ચેઇન સ્નેચિંગ કરતી આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની સાથે બૈંગ્લુરુ અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરવા જતો હતો. આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરતા તેની ઉપર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીની પૂછપરછ માં ખુલાસો થયો છે કે આવી 18 ચોરીઓ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલ આરોપીનુ નામ ઉમેશ ખટીક છે. જે મુળ નારણપુરા નો રહેવાસી છે. પરંતુ તેના ગુનાનો આતંક ન માત્ર અમદાવાદ પરંતુ હૈદરાબાદ અને બેંગ્લુરૂમાં ફેલાયેલો છે.આરોપી ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જાય છે. અને ચેઈન સ્નેચિંગ કરવા માટે તે વાહન પણ ચોરીનું વાપરતો હોવાનું સામે આવ્યુ છે. જોકે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા આવાં કુલ 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે ઓગસ્ટ મહિનામાં જેલમાંથી છુટ્યા બાદ આરોપીઓએ 4 મહિનામાં જ અમદાવાદમાં 6 ચેઈન સ્નેચિંગના અંજામ આપ્યો પરંતુ મુદ્દામાલ વેચે તે પહેલા સોનાના દાગીના વાડજ પોલીસે કબ્જે કરી લીધા હતા.બીજી તરફ તે આ ચોરી બાદ ફ્લાઈટમાં હૈદરાબાદ ગયો અને ત્યાં એક જ દિવસમાં 8 ચેઇન સ્નેચિંગ કરી બેંગ્લુરુ ભાગી ગયો હતો. જ્યાં તેણે 4 ગુનાને અંજામ આપ્યો હતો જે બાદ તે અમદાવાદ પરત આવી ગયો હતો. પરંતુ તે સમય દરમિયાન આરોપીની એક્ટિવા અને થેલો શાહિબાગ પોલીસે કબ્જે કર્યા હતા. જેથી તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું છે.આરોપી ઉમેશ ખટીક અગાઉ 50 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને આવ્યો હતો. અને માત્ર 5 મહિનામાં 18 ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે. પોલીસ તપસામાં સામે આવ્યુ કે હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ છે. જેની પોલીસ માહિતી મેળવી રહી છે. સાથે જ સોનાની ચેન આરોપી ક્યાં વેચે છે. તે સોનીની પણ તપાસ હાથ ધરી છે.

Next Story