Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: AMC દ્વારા મચ્છર મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડનો ખર્ચ, છતા સમસ્યા ઠેરની ઠેર

મચ્છરને મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુની રકમ ખર્ચ કરવામાં આવ્યો છે છતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે

અમદાવાદ: AMC દ્વારા મચ્છર મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડનો ખર્ચ, છતા સમસ્યા ઠેરની ઠેર
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી શહેરના સાત ઝોનમાં આવેલા વિવિધ વોર્ડમાં આવેલા મિલકત ઉપરાંત જાહેર સ્થળોએ મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા ફોગીંગ ની મદદથી મચ્છરને મારવા પાંચ વર્ષમાં ૧૭ કરોડથી પણ વધુની રકમ ખર્ચ કરવામાં આવ્યો છે છતાં શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે.એએમસી દ્વારા વર્ષ-૨૦૨૧-૨૨માં વિવિધ વિસ્તારમાં ફોગીંગની કામગીરી કરવા પાછળ રુપિયા ૪.૮૬ કરોડથી પણ વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની મોસમમાં મચ્છરજન્ય રોગ ના કેસો વધવાની સ્થિતિની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી છેલ્લા પાંચ વર્ષમાં મચ્છરોના ઉપદ્રવ ને નિયંત્રિત કરવા માટે જે ફોગીંગ કામગીરી કરવામાં આવી છે એના જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા ચોંકાવી દે તેવા છે.વર્ષ-૨૦૧૭-૧૮માં ફોગીંગની કામગીરી પાછળ કોઈ ખર્ચ કરવામાં આવ્યો નહોતો.ઇન્ડોર રેસિડયુઅલ સ્પ્રેની કામગીરી કરાવવા પાછળ કુલ મળીને ૧.૭૨ કરોડથી વધુ રકમનો તથા મેન પાવર રાખીને વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરાવવા પાછળ કુલ ૧.૪૫ કરોડ એમ કુલ મળીને એ વર્ષમાં ૨.૭૨ કરોડથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૧૮-૧૯માં ફોગીંગની કામગીરી પાછળ ૯૯,૬૩૦ તેમજ ઈન્ડોર રેસિડયુઅલ સ્પ્રેની કામગીરી પાછળ કુલ ૨.૧૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Next Story