Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કોર્પોરેશનના 19 અધિકારીઓ ઈદના તહેવારમાં કુર્બાનીના કચરાનો કરશે નિકાલ

આગામી બકરી ઈદનો તહેવાર આવે છે ત્યારે બકરી ઇદના તહેવાર માં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાણીઓની કુરબાની આપવાનો રિવાજ છે.

અમદાવાદ: કોર્પોરેશનના 19 અધિકારીઓ ઈદના તહેવારમાં કુર્બાનીના કચરાનો કરશે નિકાલ
X

આગામી બકરી ઈદનો તહેવાર આવે છે ત્યારે બકરી ઇદના તહેવાર માં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાણીઓ ની કુરબાની આપવાનો રિવાજ છે. આ તહેવાર દરમિયાન મુસ્લિમ વિસ્તારમાં કચરો રોડ પર ફેંકી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં પણ કોઈ વ્યક્તિ દ્વારા આવી રીતે રોડ પર કુરબાની બાદના કચરાના કારણે ગંદકી ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે કચરો ઉપાડવાની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અને સોલિડ વેસ્ટ વિભાગના 19 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં સ્પેશિયલ કચરાપેટી, બેરલ મુકવામાં આવશે. તમામ ઝોનમાં બે અધિકારીઓ, સેન્ટ્રલ વર્કશોપના ત્રણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર એમ કુલ 19 અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા પણ મુસ્લિમ વિસ્તારમાં બકરી ઇદના તહેવાર દરમિયાન કચરાપેટી મુકાવવા માટે તેમજ સવારના સમયે તમામ મસ્જિદ ની આસપાસ સાફ સફાઈ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી. આગામી ૧૦ જુલાઇના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે જેમાં પ્રાણીઓ કુરબાની આપવામાં આવે છે. પ્રાણીઓની કુરબાનીને લઈ અને ધર્મ બાબતે સંવેદનશીલતા હોય અને અન્ય ધર્મની લાગણી ન દુભાય તેને ધ્યાનમાં રાખવી જરૂરી બની છે. રોડ પર કુરબાની બાદ જે કચરો ફેંકવામાં આવતા હોય છે તેને તાત્કાલિક ઉપાડી લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ વર્કશોપ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી અને મુસ્લિમ વિસ્તારમાં સ્પેશિયલ કચરાપેટી બેરલ્સ, બંધ બોડીના વાહનો કન્ટેનરો વગેરે મૂકી અને ઝડપથી કચરાનો નિકાલ કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે. આ કામગીરી માટે સમય મર્યાદા પણ અધિકારીઓને આપવામાં આવી છે જેમાં 10 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં ચાર દિવસ કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.

Next Story