Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપના ધારાસભ્યનો મહિલાઓએ કર્યો ઘેરાવો, ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દોડતી થઈ

ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો એક કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓએ ઘેરાવો કરતા પોલીસ દોડતી થઈ હતી

અમદાવાદ : ભાજપના ધારાસભ્યનો મહિલાઓએ કર્યો ઘેરાવો, ઉગ્ર બોલાચાલી થતાં પોલીસ દોડતી થઈ
X

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીનો એક કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓએ ઘેરાવો કરતા પોલીસ દોડતી થઈ હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સરદારનગર ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી એક ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેજ સમયે સ્થાનિક મહિલા નવા ફળી ઓવર બ્રિજના નામકરણના વિવાદને લઇ રજૂઆત કરવા પોહચી હતી.

પણ આ કામ મારું નથી, તેવું કહેતા મહિલાઓ વિફરી હતી, જ્યાં ધારાસભ્યની કારને રોકી હતી, તો કેટલીક મહિલાઓ અભદ્ર ભાષામાં વાત કરતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો પહોંચ્યો હતો. ત્યારબાદ બલરામ થવાણીને બહાર લઇ જવામાં આવ્યા હતા. નરોડા વિસ્તારમાં નવા બ્રીજનું ઓપનિંગ થનાર છે, ત્યારે તેના નામને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે. જોકે, દલિત સમાજ તે બ્રિજને સંત રોહિદાસ નામ આપવા માંગે છે, પણ એએમસી દ્વારા બીજા નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. તેથી દલિત સમાજ આંદોલન કરી રહ્યો છે, તે બાબતને લઇ સ્થાનિક મહિલા અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

Next Story