Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : જાણીતા કુલ્ફી માલિકના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

શહેરના જાણીતા કુલ્ફીના બિઝનેસમાં જાણીતાના દીકરાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ : જાણીતા કુલ્ફી માલિકના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
X

શહેરના જાણીતા કુલ્ફીના બિઝનેસમાં જાણીતાના દીકરાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અશરફી કુલ્ફીના માલિકના દીકરા આકાશ અસર્ફીની ધરપકડ પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં તેની પર ફરિયાદ કરવામાં આવી છે કે તેને એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે. યુવતીને ફોટોસ વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદના આધારે મહિલા ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે.

અસર્ફી કુલ્ફીના માલિકના પુત્ર આકાશ અસર્ફીની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આકાશ અસર્ફીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આકાશ અસર્ફી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપી આકાશ અસર્ફી તેને બ્લેકમેઇલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ યુવતીની અંગત પળોના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો આરોપ કરાયો છે .આથી યુવતીની ફરિયાદના આધારે હાલ મહિલા પોલીસે આરોપી આકાશ અસર્ફીની ધરપકડ કરી છે. તેમજ આકાશના મોબાઈલને FSLમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે યુવતીની પણ મેડિકલ તપાસ શરૂ કરી છે.યુવતી અમદાવાદમાં એક મોલમાં નોકરી કરતી હતી તે સમયે જુલાઈ 2018માં પોતાની મિત્ર થકી આકાશના સંપર્કમાં આવી હતી. આકાશની ગુરુકુળમાં અસર્ફિં ગુલ્ફીની શોપ છે. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ આકાશ પરિણીત હોવાથી યુવતીએ સંબંધ આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને આકાશે યુવતીને ધમકી આપી કે અશ્લીલ ફોટો ઇન્ટરનેટમાં વાયરલ કરી દેશે. આ પ્રકારે અનેક વખત આકાશે યુવતીનું શોષણ કર્યું હતું. અંતે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

શહેરના જાણીતા કુલ્ફીના બિઝનેસમાં જાણીતાના દીકરાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અશરફી કુલ્ફીના માલિકના દીકરા આકાશ અસર્ફીની ધરપકડ પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં તેની પર ફરિયાદ કરવામાં આવી છે કે તેને એક યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે. યુવતીને ફોટોસ વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદના આધારે મહિલા ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે. અસર્ફી કુલ્ફીના માલિકના પુત્ર આકાશ અસર્ફીની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ મહિલા પોલીસે દુષ્કર્મ કેસમાં આકાશ અસર્ફીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદની એક યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આકાશ અસર્ફી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપી આકાશ અસર્ફી તેને બ્લેકમેઇલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ યુવતીની અંગત પળોના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો આરોપ કરાયો છે .આથી યુવતીની ફરિયાદના આધારે હાલ મહિલા પોલીસે આરોપી આકાશ અસર્ફીની ધરપકડ કરી છે. તેમજ આકાશના મોબાઈલને FSLમાં મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે યુવતીની પણ મેડિકલ તપાસ શરૂ કરી છે.યુવતી અમદાવાદમાં એક મોલમાં નોકરી કરતી હતી તે સમયે જુલાઈ 2018માં પોતાની મિત્ર થકી આકાશના સંપર્કમાં આવી હતી. આકાશની ગુરુકુળમાં અસર્ફિં ગુલ્ફીની શોપ છે. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ આકાશ પરિણીત હોવાથી યુવતીએ સંબંધ આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. જેથી ઉશ્કેરાઈ જઈને આકાશે યુવતીને ધમકી આપી કે અશ્લીલ ફોટો ઇન્ટરનેટમાં વાયરલ કરી દેશે. આ પ્રકારે અનેક વખત આકાશે યુવતીનું શોષણ કર્યું હતું. અંતે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Next Story