Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લોકોને ધાક ધમકીઓ આપતી ગેંગ થઈ ફરી સક્રિય, ચાંદખેડા પોલીસની કાર્યવાહી શરૂ...

ફરિયાદી સાથે મોટો ઝઘડો કરી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. જે બાદ ફરિયાદ થતાં ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

અમદાવાદ : લોકોને ધાક ધમકીઓ આપતી ગેંગ થઈ ફરી સક્રિય, ચાંદખેડા પોલીસની કાર્યવાહી શરૂ...
X

અમદાવાદમાં ફરી વિશાલ ગોસ્વામીની ગેંગ સક્રિય થઈ છે. ગોસ્વામીની ગેંગનો સાગરીત મનિષ ગોસ્વામીએ આ ધમકી આપી છે. આથી ચાંદખેડા પોલીસે મનિષ ગોસ્વામી સહિત 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી ફરિયાદી સાથે મોટો ઝઘડો કરી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. જે બાદ ફરિયાદ થતાં ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.હાથ ધરી છે. ફરિયાદીએ ગત ફેબ્રુઆરી માસમાં તેના કોઈ મિત્રના મારફતે અંકિત શાહના માધ્યમથી શેરબજારમાં રોકાણ કર્યું હતું. આ અંકિત શાહ મારફતે ફરિયાદીએ શેરબજારમાં 42 લાખનું રોકાણ કર્યું હતું.

જે બાદ ફરિયાદીએ વધુ રોકાણ કરવા માંગતા ન હતા. તેથી તેમનો નફો અને મૂડી આપવાનું જણાવ્યું હતું, પણ અંકિત શાહે અલગ જ દાવ ખેલી અને ફરિયાદીને કહ્યું હતું કે, તમારા 42 લાખ રૂપિયામાં 1.25 કરોડનું નુકશાન થયું છે એટલે તમારે બાકીના રૂપિયા આપી દેવા પડશે. જે બાદ સતત ટોર્ચર કરી ઉઘરાણી કરવામાં આવતી હતી. માર્ચ 2022માં આ કામનો આરોપી અંક્તિ શાહે ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક બેન્કના ચેકો લઈ ગયો હતો. જે બાદ સતત ચેકો બેન્કમાં વટાવ્યા હતા,

પણ રૂપિયા ન મળતા તે વધુ ઉગ્ર બન્યો અને અંકિત શાહે મનીષ ગોસ્વામી નામના અન્ય એક વધુ ઈસમ સાથે મળી ફરિયાદી સાથે મોટો ઝઘડો કરી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. જે બાદ ફરિયાદ થતાં ચાંદખેડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. સાથે જ વિશાલ નામનો શખ્સ અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે, જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ 5 રાજ્યોમાં વોન્ટેડ હતો, ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે મનિષ ગોસ્વામી સહિત 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કારવાહી હાથ ધરી છે.

Next Story